STORYMIRROR

Ranjitbhai Boricha

Romance

4  

Ranjitbhai Boricha

Romance

ચાહત

ચાહત

1 min
267

સુધાકરનું આકર્ષણ ચકોરને સહજ વાત છે,

એને હોય છે સુધા તણી ચાહત ચુંબકીય,


વરસાદનું આકર્ષણ ચાતકને સહજ વાત છે,

એને હોય છે એક બુંદની ચાહત ચુંબકીય,


ફૂલડાનું આકર્ષણ ભમરાને સહજ વાત છે,

એને હોય મીઠી સુગંધની ચાહત ચુંબકીય,


જળનું આકર્ષણ માછલીને સહજ વાત છે,

એને હોય છે જીવવાની ચાહત ચુંબકીય,


રોશનીનું આકર્ષણ પતંગાને સહજ વાત છે,

એને હોય પોતીકી હૂંફની ચાહત ચુંબકીય,


ભક્તિનું આકર્ષણ ભક્તને સહજ વાત છે,

એને હોય પ્રભુ મિલનની ચાહત ચુંબકીય,


પ્રેમનું આકર્ષણ પ્રિયજનને સહજ વાત છે,

એને હોય છે એતબારની ચાહત ચુંબકીય.


Rate this content
Log in

Similar gujarati poem from Romance