થઈ હશે
થઈ હશે
કુદરતની કોઈ કરામત થઈ હશે,
આપણી પ્રથમ મુલાકાત થઈ હશે.
કવિને કોઈ કલ્પના કરવી ગમી હશે,
'સરલ' ગઝલની શરૂઆત થઈ હશે.
માનવીને બનાવી કુદરત હેરાન હશે,
કહેવાની જરૂર રજૂઆત રહી ગઈ હશે.
કલમને કવિતાની કસોટી ગમી હશે,
શાયરને ગઝલની મુલાકાત થઈ હશે,
કરામત કુદરતની કેવી તો થઈ હશે,
આપણી પ્રથમ મુલાકાત થઈ હશે.

