સમય
સમય
1 min
234
સમય સાથે તાલ મિલાવીને ચાલ,
સમય સાથે કદમ મિલાવીને ચાલ.
સમયને અનુરૂપ બનીને જીવી જા,
દુનિયાની સાથે તાલ મિલાવીને ચાલ.
સમયનો તકાજો કે સમજીને ચાલ,
કદમથી કદમ મિલાવીને તું ચાલ.
માથે હાથ ધરી બેસી રહીશ નહિ,
મહેનત કરી તક ઝડપીને તું ચાલ.
ગયેલો સમય કદી પાછો આવશે નહિ,
સમયને ઓલખીને તારી ચલ ચાલ !
