રવિવાર એટલે રવિવાર
રવિવાર એટલે રવિવાર
1 min
414
સૂરજ નામે રવિ મોટોવાર
સાતવારમાં એ મોટોવાર..
લાગે એ તો આરામનો વાર
હળવો થાય મનનો ભાર..
આવે રવિવાર આવે રવિવાર,
બાળકો માટે એ મજાનો વાર
બીજા બધા માટે રજાનો વાર
પરિવાર સાથે બેસવાનો વાર
અવનવું જાણે ખાવાનો વાર..
આવે રવિવાર આવે રવિવાર...
મમ્મી માટે જાણે રાહતનો વાર
પીન્ટુ માટે મોડા સુધી ઊંઘવાનો
પપ્પા માટે જાણે છાપું વાચવાનો
ને દાદા માટે મંદિરે બેસવાનો વાર.
આવે રવિવાર આવે રવિવાર...!
