માતાપિતા
માતાપિતા
પાય લાગું હું માતાપિતાને
વંદન કરું હું માતાપિતાને
જન્મ દિયો મુજ મનુજને
વંદન કરું હું માતાપિતાને
ઉછેર કીધો મારો હાથ પકડી
મુજ ખાતર પેટે પાટા બાંધીને
દુનિયા મારી રંગીન બનાવી
ખુદ અંધકાર ધારણ કરીને
ભીને સૂઈ પોતે સુકે સુવડાવી
નાનું નાનું ધ્યાન રાખી રાખીને
કેમ ભુલાય એવા માવતરને
પ્રણામ કરું હું માતાપિતાને
લાખ લાખ સલામ માતાપિતાને
કોટિ કોટિ વંદન મુજ માતાપિતાને
પાય લાગું હું માતાપિતાને
વંદન કરું હું માતાપિતાને
