રવિવાર એટલે લેખનવાર
રવિવાર એટલે લેખનવાર
મારી નજર સામે ઊભો છે શાંત ઝરૂખો,
સદીઓનો અડીખમ ઊભો છે શાંત ઝરૂખો.
વિપદા ઓ જોઈ છે સહી છે વેદનાઓ,
ઉતારી રહ્યો છે થાક બેસી નીરાત ઝરૂખો.
પૂનમ ખીલી વસંત ખીલી ઊઠે જોઈ સામે,
વેઠી વેદના કાળી અમાસની રાત ઝરૂખો.
ઉદાસી ભાગી જાય જો તમે નજર મિલાવો,
ખામોશ બની સાંભળે કાન દઈ ભીંત ઝરૂખો.
પાયામાં ધરબાયેલી છે અસીમ લાગણીઓ,
સરલ બની જગને નિહાળે શાંત ઝરૂખો !

