STORYMIRROR

THAKOR BHARATSINH

Romance Fantasy Others

4  

THAKOR BHARATSINH

Romance Fantasy Others

વાગોળીએ

વાગોળીએ

1 min
377

એ મુલાકાતને 

વાગોળીએ,


આંખોના ભવાં

ઊંચા નીચા

કરી જોયું.


દેખાય છે

ધુધળું એ દૃશ્ય

મનના પટલપર

પહેલી

મુલાકાતનું,


નજરમાં નજર મળી

એકમેકને

ત્યાં તો

અવાક

નિષ્પ્રાણ શબ્દો

વહી

અંતરમનની

ધારા,


એકબીજાના ચહેરા

વાંચવાની મજા

નયન અનિમેષ

પ્રેમની ધારા વહી,


મલક્યા હોઠ

રોમે રોમ પુલકિત

શ્વાસ ઉચ્છવાસ થંભી ગયા

તું

અને

હું

બસ

મુલાકાત,


આજે 

દૃશ્યમાન

હૃદય પુલકિત

તારો કર્ણપ્રિય અવાજ,


શું લખો છો,

લ્યો ઊઠો હવે. 

નજર સામે

તું

હતી.. હસતી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance