STORYMIRROR

THAKOR BHARATSINH

Others

4  

THAKOR BHARATSINH

Others

વતન પ્રેમ

વતન પ્રેમ

1 min
289

વતનની ધૂળને મસ્તકે ચડાવી લઉ,

પાવન ગંગામાં ડૂબકી લગાવી દઉં,


હિમાલયની ગોદમાં સમાધિ બનાવી લઉં,

હિંદ મહાસાગરમાં મોતી મેળવી લઉં,


સોમનાથના ચરણોમાં શીશ નમાવી દઉં,

ઊગતા સૂરજની ભૂમિને નમન કરી લઉં,


રગેરગમાં સોનાવરણી ધરતી સમાવી લઉં,

જન જનમાં દેશ પ્રેમની જ્યોત જલાવી દઉં,


ભારતમાતની સરહદે સુરક્ષા લગાવી દઉં,

દુશ્મન દેશને દેશદાઝની ભાવના બતાવી દઉં.


Rate this content
Log in