શિક્ષક
શિક્ષક
1 min
241
અનોખું અણમોલ વ્યક્તિત્વ એટલે શિક્ષક,
રાષ્ટ્રની મહામૂલી મૂડી છે એક શિક્ષક,
બને પાયાની એ આધારશીલા સહે સઘળો ભાર,
ગગનચુંબી ઈમારતો બાંધવાની છૂટ આપે શિક્ષક,
સમાજને રાષ્ટ્રની ઉન્નતિનો દ્યોતક બની,
રાત દિન કર્મ કરે રાખે સેવા કરે છે તે શિક્ષક..!
સતની કાંટાળી કેડી કંડારી કેળવણી આપે,
રણમાં પણ ગુલાબ ખીલવી જાણે છે શિક્ષક..!
ડગુમગુ થાતી દેશની નાવડી ને બક્ષે સ્થિરતા,
દેશની કરોડરજ્જુ છે આપણો એક સમર્થ શિક્ષક.
