અણમોલ રાખડી
અણમોલ રાખડી
1 min
143
હું તો મારા વીરાને બાંધી રાખડી,
સ્નેહે ભીંજાય છે મારી આંખડી,
માડી જાયો છે મારો એક વીરલો,
એની રક્ષા કરજે રે મારી માવડી,
જગમાં જુદેરો છે મારો ભઈલો,
રક્ષા કરશે સુતરની મારી રાખડી,
રક્ષાબંધને અનંતની આશ રાખી,
સદાય જોવા તલસે તને આંખડી,
આ તો પવિત્ર પ્રેમની દુહાઈ છે,
ભૈલાને અમર રાખજે મોરી માવડી.
કાચા સૂતરની છે મારી રાખડી,
ને તોય અણમોલ છે રાખડી,
થોડી મારે શીરે અમી નજર રાખજે,
રાત દિવસ વાટ જુએ મારી આંખડી !
