ગાંધી નામે આંધી
ગાંધી નામે આંધી
1 min
330
જન્મ ધરી આવી બીજી ઓકટોબરે ગાંધી નામે આંધી,
કીર્તિ મંદિરે ઉજાસ પાથરી આવી ગાંધી નામે એક આંધી,
કુખ ઊજાળી પૂતળીબાઈ તણી ઉન્નત મસ્તકે કરમચંદ ગાંધી,
ગુજરાતની ભોમકા પાવન કીધી આવી એક ગાંધી નામે આંધી,
હાકલ કીધી અંગ્રેજ સરકારને એક પોતડી ધારણ કરી,
મા ભોમની બેડી તોડી ગુલામીની એક આવી ગાંધી નામે આંધી,
અહિંસા, અસહકાર, સ્વચ્છતાના ભેખ ધારી રહ્યા આજીવન,
મહાત્મા બની ગયા દુનિયામાં આવી એક ગાંધી નામે આંધી,
જન જનમાં ચિનગારી ભરી દીધી અનેરી દેશ ભક્તિની,
રાષ્ટ્રપિતા કહેવાયા કર્મ કરી આવી એક ગાંધી નામે આંધી.
