મારા આગણનું ફૂલ
મારા આગણનું ફૂલ
મારા આંગણ બાગમાં ખીલ્યું છે એક ફૂલ,
મારે ઘેર દીકરી રૂપે અવતર્યું છે એક ફૂલ.
મારા ઘર ઉપવનની શોભા વધારી દીધી,
કિકિયારીઓથી દીવાલો ગુંજવી દીધી.
મારા દિલ બાગને હરિયાળો કરી દીધો,
મને સમાજમાં ઉન્નત મસ્તક કરી દીધો.
મારા કુળમાં એણે અજવાળું કરી દીધું,
સાસરીયે જઈ ઉજાસ ફેલાવી દીધી.
મારા જીવતરને ધન્ય ધન્ય બનાવી દીધું,
મારા કોમળ હસ્તે કન્યાદાન કરાવી દીધું !
