STORYMIRROR

Sunita Mahajan

Romance

4  

Sunita Mahajan

Romance

ચુંબકીય આકર્ષણ

ચુંબકીય આકર્ષણ

1 min
335

મળ્યા તમે વ્હાલી અને તમારું ચુંબકીય આકર્ષણ જાગ્યું,

ખુલ્લા તમારા વાળમાં, મેં તો લાલ ગુલાબ પરોવ્યું,


મળી આપણી નજરો ને ઝૂકી ગઈ તમારી આંખ્યું,

મળ્યા આપણા દિલડા ને મુખડું તમારું લાજ્યું,


મૌન રહીને પણ કહેવાઈ ગઈ ઘણી બધી વાત્યું,

પ્રેમ દિને પણ તરસ્યાં મારા હોઠ, ને હૈયું પણ તરસ્યું,


શમણે ભલે આવો પ્રિયે ! પણ સન્મુખ હવે પધારો,

પ્રેમે આલિંગન આપો, મારે ના જોવી હવે વાટયું,


કામે દિન જાય, પણ કામે ના જાય હવે રાત્યું !

સુનિતા કેમ પડી નહીં તું "સુની" ? ખેંચે ચુંબકીય આકર્ષણ તારું સજની !

બોલ્યાં વ્હાલમ ને હોઠ મલકયાં !

મુખ શરમાયું, મનડું લાજ્યું ને હૈયું વિંધાયું !

ઘાયલ થઈ ગઈ આંખ્યું ને સફળ થઈ ગયું આયખું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance