રંગબેરંગી પ્રેમિકા
રંગબેરંગી પ્રેમિકા
જોઈએ છે જોઈએ છે
એક રંગબેરંગી પ્રેમિકા જોઈએ,
ક્યારેક મીઠું બોલનારી
ક્યારેક તીખું બોલનારી
ક્યારેક તૂરું બોલનારી
તો ક્યારેક ચટપટું બોલનારી
એવી રંગબેરંગી પ્રેમિકા જોઈએ,
ક્યારેક સુખ આપવાવાળી
ક્યારેક દુઃખ હરવાવાળી
ક્યારેક સમજી લેવાવાળી
તો ક્યારેક સમજાવી દેવાવાળી
એવી રંગબેરંગી પ્રેમિકા જોઈએ.
ક્યારેક અશ્રુ લૂછવાવાળી
ક્યારેક હાસ્ય આપવાવાળી
ક્યારેક પોતાનો સમજવાવાળી
તો ક્યારેક હક્કથી ખિજાવાવાળી
એવી રંગબેરંગી પ્રેમિકા જોઈએ,
ક્યારેક યોગ્ય રાહ ચીંધવાવાળી
ક્યારેક પ્રશંસા કરવાવાળી
ક્યારેક મ
ુસીબતમાં હાથ ધરવાવાળી
ક્યારેક ગર્વથી માથે હાથ ફરાવવાવાળી
એવી રંગબેરંગી પ્રેમિકા જોઈએ,
ક્યારેક ભાવ ખાવાવાળી
ક્યારેક ભાવ દેવાવાળી
ક્યારેક ગુસ્સામાં મ્હોં મચકોડવાવાળી
ક્યારેક ભૂલ્યોતો કાન વાળવાવાળી
એવી રંગબેરંગી પ્રેમિકા જોઈએ,
હંમેશા મનમાં રહેવાવાળી
હંમેશા હૃદયમાં બેસવાવાળી
હંમેશા આત્મામાં વસવાવાળી
ને મીઠું મીઠું મધુરું હસવાવાળી
એવી રંગબેરંગી પ્રેમિકા જોઈએ,
હંમેશા મધુર વાજા જેવી સુરીલી
હંમેશા રસગુલ્લા જેવી રસીલી
હંમેશા મને રાજા સમજવાવાળી
હંમેશા મારા સાથે રાણી બની રહેવાવાળી
એવી રંગબેરંગી પ્રેમિકા જોઈએ.