સ્વર્ગમાં કોરોનાની ચર્ચા
સ્વર્ગમાં કોરોનાની ચર્ચા
જોઈને મોઢા પર માસ્ક નારદના,
પ્રભુએ કહ્યું આવો આદમી અદના,
શું સજ્યા શણગાર નવા આ ઉંમરે,
બોલ્યા નારદ વિના માસ્ક સૌ મરે,
પૃથ્વી પર શું મચાવ્યું ધમસાણ ?
મરે એટલા ભરપૂર બધા મસાણ,
તમે મચાવો ખેલ પાછા અજાણ ?
મોકલ્યો કોરોના ન આપને જાણ ?
બોલ્યા પ્રભુ બે હપ્તાથી છું બીમાર,
નથી હવે સ્વાદ કે ગંધની ભરમાર,
ખાંસી ઉધરસ ને શ્વાશમાં સમસ્યા,
આંખો લાલ ને ભ્રમર અમાવાસ્યા,
તૂટે શરીર અને રહે છે ઊંચો તાવ,
લાગે છે ડૂબી રહી મારી આ નાવ,
વૈદ કહે શું થયું અમે નથી જાણતા,
ભક્તો દૂરથી જોયા મઝા માણતા,
સાંભળી નારદ દોડ્યા ઓ બાપ રે,
સ્વર્ગમાં પણ છે કોરોનાનું પાપ રે.