તમે શું મળ્યા
તમે શું મળ્યા
પ્રેમ તો પ્રેમ છે આ ક્યાં કોઈ ખેલ છે,
એકબીજા સાથેની લાગણી રેલમછેલ છે,
તમે શું મળ્યા જિંદગી આમ બદલાઈ ગઈ,
મારી ખુદની હર એક તસ્વીર બદલાઈ ગઈ,
હું તો હતી એક નાદાન, અલ્લડ, તોફાની,
તમારા આવવાથી ખુદથી મુલાકાત થઈ ગઈ,
પ્રેમની પરિભાષાની ન હતી પહેચાન કોઈ,
તમે શું મળ્યા પ્રેમની ભાષા સમજાઈ ગઈ,
તરસ્યા રણમાં જાણે સાગરની બૂંદ મળી ગઈ,
સાગરમાં જાણે નદીને પહેચાન બદલાઈ ગઈ.

