પ્રેમની ખુશ્બુ
પ્રેમની ખુશ્બુ
ચાલને ! આજે આપણે સાથે રસોઈ કરીએ,
પાકશાસ્ત્રનાં પાનેપાને પ્રેમની ખુશ્બુ ભરીએ,
ચાલને ! જીવનની ખટ્ટમધુરી રેસિપી ટ્રાય કરીએ,
નવીન ઉમંગથી પ્રથમ પ્રેમનો સ્ટવ પેટાવીએ,
પછી ધીમી આંચે "હું" ને સ્નેહમાં ઓગાળીએ,
"તું ને હું" મટી આપણે થઈએ ત્યાં સુધી ચલાવીએ,
શ્રદ્ધા અને સમર્પણના ગોળની પાઇથી વિશ્વાસને જમાવીએ,
એકના ગુસ્સાની ખારાશ બીજાના મીઠાં સ્મિતથી શમાવીએ,
એકમેકના સપનાંઓને સાકાર હકીકત બનાવીએ,
ઉપરથી ખુશીઓની નાની નાની પળોને ભભરાવીએ.

