STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

4  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

હૈયાથી હૈયા મળી જવાના

હૈયાથી હૈયા મળી જવાના

1 min
310

ભલે પાષાણ હૃદય હોય તોયે,

આ સ્નેહનું ઝરણું તો વહેવાનું,


ભલે લાકડા ને કોરી ખાય ભમરો,

તોયે ફૂલના સ્નેહમાં કેદી બનવાનો,


ભલે હોય ડગર પર પથ્થરીલો રસ્તો,

તોય સરિતા સાગર ને મળવાની,


ભલે હોય લાખો જોજનની દૂરી

તોય સૂરજમુખી સૂરજને ચાહવાની,


સ્નેહમાં ક્યાં જોવાય છે દૂરી,

અંતર છે જમીન આસમાન વચ્ચે,

તોય ચાંદની હાજરીમાં આ રાતરાણી મહેકવાની,


સ્નેહમાં લગાવી દેવાય છે જાનની બાજી,

આ શમાંનાં પ્રેમમાં ખાખ થઈ જવાના આ પરવાના,


સ્નેહની દોરી હોય જો મજબૂત,

તો આ હૈયાથી હૈયા મળી જવાના,


આ રૂહથી રૂહમાં ભળી જવાના,

આ દેહ ને પણ છળી જવાના,


ચહેરા પરથી ભીતર ને કળી જવાના,

ભલે ને પ્રીતમાં દીવાલો ચણાય,

તોય સલીમ અનારકલી એક થવાના.


Rate this content
Log in

Similar gujarati poem from Romance