એપ્રિલફૂલની ઝોળી
એપ્રિલફૂલની ઝોળી
ગુરુ ચેલાની વાત સુણાવું સૂણજો રે ભાઈ શાણા એપ્રિલફૂલની ઝોળીમાં ગોટાળા ઝંખવાણાં.
’એપ્રિલફૂલ’ને ગુરુ પદે સ્થાપ્યા-બની ગયો હું લોક નેતા. સપનાંની લ્હાણી કરતાં શીખ્યો ચુનાવી સાજન ધક્કા દેતા.
મહાગુરુ અમારા લાડ લડાવે દીધો લપોડ શંખ મજાનો લેતી-દેતી કુદરત મરજીહાથ તારે, વાણી વિલાસ ખજાનો.
કરું વંદના, ભાવે ગુરુજી કૃપાળું બંધ બેસતી પાઘડી પહેરાવીશ મગર અશ્રુએ કરી મીડિયાબાજી સુભાષિત વદતાં દેશું આશિષ
પ્રજા આપણી છે ભોળી ભોળી લઈ ફરે બિચારી આશ કટોરી. લપોડ શંખની રે દુહાઈ દુહાઈ સપનાં ઝુલણે ઘેનની લોરી.
લોકશાહીના વાગે ઢોલ ઢમઢમ સરઘસ ફૂલ-વર્ષા , બસ ‘એપ્રિલફૂલ’. રાખી ભ્રમ બજારે મ્હાલો મશગૂલ લપોડ નેતાના ગુરુ ‘એપ્રિલફૂલ’.
