Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ramesh Patel (Aakashdeep)

Comedy

4.0  

Ramesh Patel (Aakashdeep)

Comedy

એ સદાયે બાળવેશે

એ સદાયે બાળવેશે

1 min
180


ડોસા-ડોસીને ડહાપણની દાઢ ફૂટી,

ને મનમાં એક વાત મલકી

લે, મારું-તારું ચોકઠું મૂક બાજુમાં

હસ; બચપણ જેવું આજ છલકી,


કાલુ કાલુ બોલી ને મસ્તી કરતી,

ડોસીએ વાત હસી છેડી

ઓલા મોટાની વહુ કહેશે તમને,

આજ ડોસાની ડાગરી છટકી….ડોસા-ડોસીને..


ઉમ્મરની વાતો જ છોડ અલી ભોળી !

જો મારા આ તકલાને તાકી

ચાર વર્ષનો ! કેવો લાગું હું નાનકો,

ઝીલ,હવે આ ટકીયાને પાકી,


ડોસીને તાન ચડ્યું, બોલી એ સૂર પૂરી

લો; નાચો આજ લાકડીને છોડી

થનથન કરતાં, થઈ ગયો બાબલો ઘોડી…

દીકરો કહે, કેમ આ વાતડી રે સૂઝી ?

ડોસા-ડોસીને..


રંગીલો બાબલો લઈ આવ્યો લીપ્સ્ટીક !

વદે, લગાવી હોઠે; થઈ જા તું ગુલાબી

દૂર ચશ્માંને હડસેલી, વિસ્મયે નીરખે,

લાગતી તું હવે નાનકી મધુમતી !

ચાલ હવે રમીએ…પકડા-પકડી,

જિંદગીની ગાડી જાય ના છૂટી

હૈયું નિર્મળ, એ સદાયે બાળવેશે !


લાવ મારી લાકડી, ના જાય એ વછૂટી….

ડોસા-ડોસીને ડહાપણની દાઢ ફૂટી,

 ને મનમાં એક વાત મલકી.


Rate this content
Log in

Similar gujarati poem from Comedy