હાસ્ય દિને… હાલોને ઘેલાભાઈની જાનમાં
હાસ્ય દિને… હાલોને ઘેલાભાઈની જાનમાં
હાલો હાલોને મોટાભાઈની વાનમાં
હરખ ઘેલાની જોડી છે જાન
દૂર કરવા તણાવ….હાલો હાલોને ઘેલાભાઈની જાનમાં,
ભેરુભાઈએ બાંધ્યો રૂડો માંડવો રે
બાંધવો પીરસે રે ગાન
હાસ્ય દરબારે હરખ ગીતડાં, હે..જમો હાસ્ય પકવાન
હાલો હાલોને ઘેલાભાઈની જાનમાં,
ઢોલડાં વાગેને દે સંદેશ, તમે પધારો રે રાજ
હસીનાં ગળપણ મીઠડાં, મુખડે રમશે ગુલાલ
હાલો હાલોને મોટાભાઈની વાનમાં,
ચારણ કવિ ગાયે નચવે રે, શબ્દોની તીખી કટાર
ઊંઘમાં મરકે મોટડા, વ્યંગની વાગે શરણાઈ
હાલો હાલોને ઘેલાભાઈની જાનમાં,
ગપસપિયા બેઠા ચોતરે રે, કરે મનગમતા ખેલ
પાળ્યા કટાક્ષના બે કૂતરા, હળવેથી કરડે છે કાન
હાલો હાલોને મોટાભાઈની વાનમાં,
આકાશદીપ ચઢ્યા આભલે ને જુએ જાનની વાટ
લૂંટજો લ્હાવા જાનમાં, આજ મંગલ જુહાર
હાલો હાલોને ઘેલાભાઈની જાનમાં,
કોની વાન ને કોની જાન, અંતરમાં કરજો વિચાર
હસશે એનું ખસશે નક્કી
હાલો હાલોને મોટાભાઈની વાનમાં,
હાસ્યદિને રમેશજીએ જોડી છે જાન,
રે દૂર કરવા તણાવ
હાલો હાલોને ઘેલાભાઈની જાનમાં.
