STORYMIRROR

Parag Pandya

Comedy

3  

Parag Pandya

Comedy

ઑટોગ્રાફ

ઑટોગ્રાફ

1 min
201

આજે પડાવી લે ફોટો કાલે જો હું માંગુ પૈસા,

પડાવવા ફોટા તો નવાઈ નહીં !


આજે કરી લે હસ્તધૂનન કાલે, લાંબી હરોળમાં --

નંબર ના આવે તો નવાઈ નહીં !


આજે લે મારો "ઑટોગ્રાફ" કાલે, હસ્તાક્ષર મારા --

સોનામહોર થાય તો નવાઈ નહીં !


આજે કંઈ ભલું-બૂરું બોલી દે, કાલે તું કદાચ --

બૂરું ન કહી શકે તો નવાઈ નહીં !


આજે ગીત ફાગણીયા ગાઈ લે મારી સંગ, કદાચ --

કાલે કિંમત માંગુ તો નવાઈ નહીં !


Rate this content
Log in

Similar gujarati poem from Comedy