STORYMIRROR

Parag Pandya

Comedy

3  

Parag Pandya

Comedy

ખો..ખો

ખો..ખો

1 min
184

હું તો મરદ ભાયડો કબડ્ડીની કરી તૈયારી આવ્યો,

પહેલાં છેડછાડ પછી છંછેડી નાસી જઈશ માનતો'તો !


એ પણ કરશે અલ્લડ છેડખાની આંખો નચાવી,

માદક અંગમરોડે રેખા પાસે બોલાવી આઉટ કરી દીધો !


હૂ.તુ.તુ.તુ..માં રમ્યા દાવપેચ હું ને તું કહેતા કહેતા,

ક્યારે ટાંટિયો ખેંચી પાડ્યો ધૂળ ચાટતો કરી દીધો !


કબડ્ડી છે તો એકબીજાને આપીશું ધમાકેદાર પછાટ,

વિચાર્યું'તું એની ધોબીપછાટે હું પણ પડીશ ચત્તોપાટ !


ખબર નો'તી છોડી કબડ્ડીમાં ખો..ખો પણ રમતી હોય,

તૂ..તૂ..તૂ..કરતી મેદાન ચીરતી નીકળી ગઈ "ખો" આપી !


Rate this content
Log in

Similar gujarati poem from Comedy