STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Comedy

3  

Ramesh Patel (Aakashdeep)

Comedy

મોંઘવારી પટરાણી

મોંઘવારી પટરાણી

1 min
121

કોણ આવે જાજરમાન છમકારે

વાલિડા ! દોને અમને ઓળખાણ,


રંગ રસિલી સરકારી મોંઘવારી 

રાય નવયુગની પટરાણી જ જાણ,


પાતળિયાં વ્હાલાં હતાં જ પહેલાં

ફૂલતાં એ ફૂગાવે જ રાતદિન,


જાય મોંઘાં એ દિલ્હીના દરબારે

રાહ જ જુએ ગઠબંધન મહાજન,


ના કરશો ચિંતા ખર્ચની રાણી

દેશ વિદેશો દેશે જ સોગાદ,


આર્થિક સંકટ અમે ધોઈ જ પીશું

ઝીંકશું ભાવ વધારો ત્યજી લાજ,


લોક કાળા રે ધનની રટ લગાવે

ને અમારે બેશરમી છમકછલ્લાં,


દેશ આખો રટશે જ વિકાસ ઠેલાં

વાહ ! ભોળાજી રહીશું રાજ ઘેલાં.


Rate this content
Log in

Similar gujarati poem from Comedy