માધવ નથી મધુવનમા
માધવ નથી મધુવનમા
માધવ ક્યાય નથી મધુવનમાં,
સલવાયો છે રુક્ષમણી સાથે કીચન માં,
રાધા કરે છે વિલાપ ગોકુળના ટાઉનમાં
પરંતુ કેમ કરી ને જાવુ લોકડાઉનમાં,
પહોચવુ છે ગોપીઓના મન સુધી,
પરંતુ, રાસલીલા બંધ છે હમણા જુન સુધી,
માસ્ક બાંધીને પણ જતો રહે હમણાંજ રાધાના ગામમાં,
પરંતુ રુક્ષમણીએ બાંધી રાખ્યો છે એને ઘરકામમાં,
અને સખાઓ નિકળતા નહી આવી ધુલાઇમાં
માધવ મળશે તમને હવે છેક જુલાઇમાં,
સુદર્શન ક્યા વાપરીશ આ ક્યા કંસ છે ?
ઘરમા રહીનેજ મારી શકાય આ તો કોરોનાના દંશ છે.