પોપટ લાલની ચિંતા
પોપટ લાલની ચિંતા
આ પોપટલાલ દુઃખી દુઃખી,
સૌ પરણી ગયા,
ક્યારે લખાશે મારી કંકોત્રી ?
જાડા જયેશનું જયા સાથે ગોઠવાયું,
કાળી કોયલનું કમલેશ સાથે ગોઠવાયું,
લાંબી લલિતાનું લલિત સાથે ગોઠવાયું,
આ બટકી બબીતાનું બબલુ સાથે ગોઠવાયું,
આ પાતળી પરીનું પરેશ સાથે ગોઠવાયું,
આ બોલકી બીનાનું બકુલ સાથે ગોઠવાયું,
આ મીંઢી મીનાનું મંગેશ સાથે ગોઠવાયું,
મારી ક્યારે લખાશે કંકોતરી ?
હું તો સુટ બુટ પહેરું,
સાથે છત્રી હું રાખું,
બ્રાન્ડેડ ઘડિયાળ હું પહેરું,
કેટલી બાધા ને કેટલી માનતા રાખી,
જ્યોતિષનાં ચક્કર કાપ્યા,
કેટલુંય દાન કર્યું,
પણ તોય મારું ઠેકાણું પડતું નથી,
છોકરીનાં ઘરનાં ચક્કર કાપું,
પ્રેમપત્ર એના નામે લખું,
સારી સારી ગિફ્ટ આપું,
તોયે કોઈ માનતી નથી,
લગ્ન માટે હા પડતી નથી,
શું કરું હવે ?
ક્યારે લખાશે મારી કંકોત્રી ?
