લ્યો હું તો રોબોટ બની ગયો
લ્યો હું તો રોબોટ બની ગયો
પહેલા હતો હું આમ માનવી,
શાદી પછી રોબોટ થઈ ગયો,
પહેલા મનમાની કરતો હતો હું,
હવે પત્નીનાં ઇશારે નાચતો થઈ ગયો,
પહેલા ભાઈબંધ, મિત્રો સાથે મોજમજા કરતો હતો હું,
હવે ઝાડુ પોતા કરતો થઈ ગયો,
પહેલા ૧૦વાગે મારી સવાર પડતી,
તૈયાર નાસ્તો મળતો હતો મને,
હવે પત્ની માટે નાસ્તો બનાવતો થઈ ગયો,
ઘરનો સમાન લાવવાની કોઈ જવાબદારી નહોતી, મોજ મજા હતી,
હવે થેલા ભરીને સામાન લાવતો થઈ ગયો,
પહેલા નાટક ને મૂવી, મોજમજા હતી,
હવે પત્નીની કચ કચ સાંભળતો થઈ ગયો,
ચાલતો હુકમ મારો ઘરમાં,
હવે પત્નીની દરેક વાતમાં હા જી હા કરતો થઈ ગયો,
પહેલા આકાશે ઊડતું પંખી હતો,
હવે હું પાંજરે કેદ થઈ ગયો,
લ્યો હું તો રોબોટ બની ગયો !
