પૂરણપોળી કે વેઢમી
પૂરણપોળી કે વેઢમી
બે બહેનપણીઓ ભેગી થઈ
બંનેના મનમાં ગડમથલ થઈ,
એક ને પૂરણપોળી ભાવતી
બીજીને વેઢમી બહું ભાવતી,
બંને વચ્ચે તકરાર ઊભી થઈ
પૂરણપોળી કે વેઢમી કઈ સારી,
બેમાંથી એકેય નમતું ન જોખતી
બંનેની માથાકૂટ બહુ લાંબી ચાલી,
આપણે બનાવીએ પોતાની મમ્મી
પાસે મજાની વેઢમી ને પૂરણપોળી,
ઘરેથી લાવી સાથે આપણે ખાઈએ
પછી નક્કી કરી બેમાંથી કઈ સારી,
પોતપોતાના ઘરેથી લાવી બંને સખી
પૂરણપોળી ને વેઢમી બહુ સારી એવી,
ડબ્બા ખોલીને જોઈ રહી બંને સખી
અરે ! આતો છે બેય આઈટમ સરખી,
નવપલ્લવ કહે પૂરણપોળી કે વેઢમી
મોજેથી ખાવો ઘીથી લચપચતી.
