STORYMIRROR

Pallavi Oza

Drama

4  

Pallavi Oza

Drama

ભાઈ-બહેનનો પ્રેમ રક્ષાબંધન

ભાઈ-બહેનનો પ્રેમ રક્ષાબંધન

1 min
372

ભાઈ તારો જોઈ રહ્યો વાટલડી,

બેના બાંધ કાંડે ભાઈને રાખડી,

કકડીને ભૂખ બહુ ભાઈને લાગી,


મારા ભઈલા ધીરજ ધર થોડી,

ભાલે કુમકુમ સાથે ચોખા છાંટી,

કરૂં હું ટીલડી પછી બાંધુ રાખડી,


મૂકું તારા મોમાં મીઠાઈની કટકી,

ગીફ્ટમાં જોઈશે ચોકલેટ મજાની,

હું તારી નાનકડી લાડલી બહેનડી,


ચોકલેટો ખાવાથી દાંત જશે સડી,

તને આપું હું ગીફ્ટ અલગ પ્રકારની,

ચોકલેટ ન મળતાં બહેન રિસાણી,


બહેન ને ભાઈએ પ્યારથી મનાવી,

ભાઈએ બહેન પાસે રાખડી બંધાવી

આપી બહેનને ચોકલેટ જાતજાતની,


બહેન ખુશીથી પાગલ થઈ ઝૂમી ઊઠી,

બહેન ભાઈને ગળે પ્રેમથી વળગી પડી,

ભાઈનો પ્રેમને બહેનનો સ્નેહ છૂટે ન કદી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama