STORYMIRROR

Pallavi Oza

Inspirational Children

4  

Pallavi Oza

Inspirational Children

મહાશક્તિ નવદૂર્ગા

મહાશક્તિ નવદૂર્ગા

1 min
242

નવદુર્ગા એ મહાશક્તિ

આરાધના કરીએ પ્રેમથી,


પ્રથમ શક્તિ હિમાલય પુત્રી શૈલપુત્રી

મુલાધાર ચક્ર જાગૃત કરનારી,


દ્વિતીય શક્તિ તપસ્વી બ્રહ્મચારિણી

વૈરાગ્ય સદાચારની વૃદ્ધિ કરનારી,


તૃતીય શક્તિ શ્રી ચંદ્રઘંટા દેવી

મણિપુર ચક્ર થકી દુઃખ દર્દ હણનારી,


ચતુર્થ શક્તિ શ્રી કૂષ્માંડા દેવી

અનાહત ચક્ર થકી રોગ નાશ કરનારી,


પંચમ શક્તિ શ્રી સ્કંદમાતા દેવી

વિશુદ્ધ ચક્ર થકી મોક્ષ દ્વાર ખોલનારી,


ષષ્ઠી શક્તિ શ્રી કાત્યાયની દેવી

આજ્ઞા ચક્ર થકી વ્યથાઓ દૂર કરનારી,


સપ્તમ શક્તિ શ્રી કાલરાત્રિ દેવી

ભાનુ ચક્ર થકી સિદ્ધિઓ મેળવનારી,


અષ્ટમી શક્તિ શ્રી મહાગૌરી દેવી

સોમ ચક્ર થકી અસંભવને સંભવ કરનારી,


નવમી શક્તિ શ્રી સિદ્ધિદાત્રી દેવી

નિર્વાણ ચક્ર થકી સર્વગુણ પ્રાપ્ત કરનારી,


દસમી ને છેલ્લી શક્તિ મારી માવડી

સંસાર ચક્ર થકી હર રૂપ ધારણ કરનારી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational