મા બાપ અમારા મિત્ર
મા બાપ અમારા મિત્ર
હે ઈશ્વર ઝાલ્યો જેમણે અમારો હાથ,
જીવનના પ્રથમ ડગલાથી આજ સુધી.
પ્રાર્થના છે મારી થામી શકીએ તેનો હાથ,
કોઈપણ રીતે જીવનના અંતિમ વર્ષ સુધી.
મોજશોખ સઘળા પૂરા કર્યા મારા એમણે,
ચાલશે જરૂર નથી તારી પાસે રાખ ત્યાં સુધી,
ભગવાન માની પુજ્યા નથી આજદીન સુધી,
મિત્ર માન્યા છે બાળપણથી આજદીન સુધી.
શિખવાડ્યું છે અમને મા બાપ બનતા,
અમે પહોંચાડીશું અમારા સંતાન સુધી,
શ્રવણ બનવુ શક્ય નથી હોતું નવપલ્લવ કહે,
સંતોષ આપી શકીએ શક્ય હોય ત્યાં સુધી.
