તારુ જ નામ
તારુ જ નામ
સવારના જાગતાં હોઠો,
પર આવતું તારુ જ નામ,
રાત્રે સૂતા પહેલાં હોઠો,
પર આવતું તારુ જ નામ,
મનનાં વિચારોમાં
અટવાયેલું તારુ જ નામ,
મારા હસવા નાં કારણ
પાછળ તારુ જ નામ,
તકલીફ માં હોય ત્યારે
યાદ આવતું તારુ જ નામ,
આંખમાં આવતા આંસુ
સાથે વહેતું તારુ જ નામ,
લોકો પુછે એવું તે કયું નામ ?
મારા હોઠે આવતું બસ
એક તારુ જ નામ.

