મારું સપ્તરંગી જીવન
મારું સપ્તરંગી જીવન
પહેલો રંગ મને જીવન આપીને પૂર્યો,
મારા ભગવાન એ,
બીજો રંગ મને જન્મ આપીને પૂર્યો,
મારા માતા પિતા એ,
ત્રીજો રંગ મને શિક્ષા આપીને પૂર્યો,
મારા ગુરુજી એ,
ચોથો રંગ મને મિત્રતા આપીને પૂર્યો,
મારા મિત્રો એ,
પાંચમો રંગ મને સૌભાગ્ય આપીને પૂર્યો,
મારા પતિ એ,
છઠ્ઠો રંગ મને પુત્રવધુ માનીને પૂર્યો,
મારા સાસુ સસરા એ,
સાતમો રંગ મારા બાળકોએ પૂર્યો,
મને માં બનાવી ને,
આ સપ્તરંગી રંગોથી રંગાયેલી હું,
અને મારી દુનિયા.

