હું અને તું
હું અને તું
હું એકલો ચાલતો
ભર ઉનાળાનો પથિક,
તું રસ્તાની આગળ
ભ્રમ થતી મૃગજળની માયા,
હું એકલો ધ્રૂજતો,
ભર શિયાળાનો માનવી,
તું આકાશની ગુલાબી
ઠંડીએ ઓઢેલી ચાદર,
હું એકલો પળલતો
ભર ચોમાસાનો માણસ,
તું વરસતા વરસાદની
પાણી સમી છાંટ,
હું સપના ખોવાયેલ
પ્રેમનું પંખી,
તું સપનામાં આવનાર
મારી પ્રિયતમા.
