STORYMIRROR

sadhna Parmar

Inspirational Others

3  

sadhna Parmar

Inspirational Others

લગ્નની વેળા

લગ્નની વેળા

1 min
206

ગોરમારાજ આવ્યાં,

સારા મુહૂર્ત એ લગ્ન લખાયાં,

લગ્ન લખાયાં,

બાપ-દીકરીના આંસુ છલકાયાં,

આંસુ છલકાયાં,

સ્નેહીજનોના હૈયાં હરખાયાં,

હૈયાં હરખાયાં,

સૌનાં મન મલકાયાં,

સંગીત ગીતો ગવાયાં,

રાસ રમઝટમાં ડીજે છવાયાં,

મંડપ રોપાયાં,

મામેરૂ લઈને મામા પધાર્યાં,

પીઠી કરાય,

બેનીનો હરખ ના સમાય,

જાનનું આગમન થાય,

ઢોલ શરણાઈ વાગે ને સામૈયું થાય,

વરરાજા પોંખાય,

સાસુ મા હરખાય,

કન્યાદાન નો સમય આવતા,

માવતરની આંખો ભીની થાય,

અગ્નિની સાક્ષી એ ફેરા ફરાય,

ત્યાંરે બંને પરિવાર એક સંબંધથી જોડાય,

જમણવારમાં અવનવી વાનગી રંધાય,

ગુલાબજાંબુ ને બરફી જોઈ મન લલચાય,

સૌભાગ્યવતીના આશીર્વાદ અપાય,

કંસાર ખાઈ ને મન મીઠાં થાય,

છેલ્લી ઘડી,

દીકરીની વિદાયની વસમી વેળા,

મા ની મમતા મૂકી

પિતા ની આંગળી છોડી,

પારકે ઘરે દીકરી ચાલી,

ભાઈ નો ભરોસો રાખી,

બહેન નો પ્રેમ રાખી,

બેની-બનેવી ની પાછળ ચાલી,

આંખ ના છલકાતાં આંસુ સાથે

માવતર એ દીકરી જમાઈને સોંપી,

"પુત્રવધુ નહીં દીકરી છે અમારી"

વેવાઈ ના વચનો સાંભળી

માં-બાપ ની આંખો ઠરી,

ત્યારે દીકરીની વિદાય થઈ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational