સંદેશો
સંદેશો
સંદેશો તો મારે પણ મોકલવો છે,
પણ મારી પાસે સરનામું નથી,
વાત તો પત્રમાં લખી છે,
પણ એને વાંચનાર નથી,
પોસ્ટમેન આવે છે પણ
પત્ર લઈ જવાની ના કહે છે,
કહે છે મારું કામ મનુષ્યને લઈ જવાનું,
એના સિવાય હું કાંઈ પણ ના લઈ જઈ શકું,
મે રડતા રડતા કહ્યું કે,
તમારું સરનામું તો આપતા જાવ,
સરનામું તો મને પણ નથી ખબર,
મારું તો આ કામ છે એટલે કરું છું,
મનુષ્ય ને પોતાનાથી અલગ કરીને,
મઝા તો મને પણ નથી આવતી,
પણ રીત છે આ દુનિયાની,
કે જે આવ્યા કે એને જવાનું જ છે,
હા, માનું છું કે કાંઈ સરનામું નથી,
એ દુનિયાનાં લોકોનું,
બસ ખાલી યાદોમાં રહી જાય છે,
એ લોકો જે સરનામું આપ્યા વિના જ ચાલ્યા જાય છે.
