નવું મહેમાન
નવું મહેમાન
કોઈ આવવાનું છે તમને ખબર છે નાની ?
કોઈ આવીને તમારી નીંદરને ઊડાડવાનું છે,
કોઈ આવીને તમારી ખુશીઓ ડબલ કરવાનું છે,
મોટા મામાને પ્રમોશન મળવાનું છે,
મોટા મામી હવેથી મોટા મમ્મી બનવા છે,
મામાને હવે ખબર પડશે કે પપ્પા કેમ બનાય છે ?
મામીના તો હવે દિવસ-રાત એક થવાના છે,
ફોઈનો તો હરખ સમાતો નથી કેમકે એનાથી પણ ચઢિયાતું આવવાનું છે,
નાના બે ભાઈઓ રાહ જુએ છે કે ભાઈ આવશે કે બહેન આવશે ?
અને બાકી રહી હું તો રાહ જોઉં છું કે ક્યારે એ નાનકડું બાળક આવીને મને દીદી બનાવીને અમારા બધાની ખુશીઓ ડબલ કરવાનું છે.
