Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Neha Desai

Classics

4  

Neha Desai

Classics

પણ શકે

પણ શકે

1 min
161

કોણ અહીં, કાયમ સાથ નિભાવી શકે,

સંબંધ છે, એ તો ક્યારેક, કપાઈ પણ શકે !

વરસો સાથ આપે, કોઈ એમ પ્રેમથી,

કોઈ એકદમ, હાથ છોડાવી પણ શકે !

માલ મિલકત, જર ઝવેરાતથી વધુ,

માણસ, કોઈની કિંમત, વધુ આંકી પણ શકે !

સ્વાર્થ માટે, એકબીજાને દગો દે છે માણસ,

પ્રાણથી એ વધુ, કોઈને, ચાહી પણ શકે !

કોઈ તો હોય છે, જે સમજી શકે છે, મનને,

જિંદગી જીવવા જેવી, કદી લાગી પણ શકે !

તરસ ક્યાં છીપાય છે, એમ મૃગજળ થકી,

સંતોષ જો હોય તો, તરસ છીપાઈ પણ શકે !

ઈર્ષા અને, વેરઝેરથી ભરેલી દુનિયામાં,

કોઈ 'ચાહત'નાં ફૂલ કદી, ઊગાડી પણ શકે !

Rate this content
Log in

Similar gujarati poem from Classics