શબ્દની કમાલ
શબ્દની કમાલ
નાનકડો એક શબ્દ શ્રી,
એનો હોય મતલબ મોટો જી.
શ્રીમાન હોય કે શ્રીમતી,
સૌની હોય કામના મોટી.
સૌને માન જોઈએ છે આજ,
એના માટે કરો મહાન એવા કામ.
નાણાં વગરનો નાથિયોને,
નાણે નાથાલાલ !!
એમ કામ હશે સારાં,
તો નામ હશે તમારા અનોખાં.
શોર્ટ અને સ્વીટ છે આ નામ,
પણ "શ્રી" શબ્દથી તો જ્વલ્લે જ મળે દિલથી માન.
