STORYMIRROR

Kinjal Pandya

Classics Fantasy

3  

Kinjal Pandya

Classics Fantasy

આજ મારી રાધા રીસાઈ

આજ મારી રાધા રીસાઈ

1 min
1.0K


કૃષ્ણ :


રિસાઈ છે રાધા આજ

કઈ રીતે માનશે રે..

નથી લેવાતો શ્વાસ આજે,

કઈ રીતે એ માનશે રે,


બસ એને ટહુકે જ તો જીવું છું,

મારી વાંસળીના સુર આજે તે ધ્રુજાવ્યાં રે,

બસ અંતરના તાર પણ તે હલાવ્યા રે,

કેમ તું રિસાય રે..


નથી જીવાતું તારા અવાજ વગર,

હવે હું કૃષ્ણ ખુદ, ક્યાં ભગવાન પાસે માંગુ તને!

રિસાઈ છે આજ મારી રાધા મારાથી

કઈ રીતે મનાવું રે..


મનાવી દે જો કોઈ

મારી રાધા ને

તો,

ઓળઘોળ કરુ આખું આ રજવાડું રે..


રાધા રાધા પુકારે હવે તો

આ કૃષ્ણનું હૈયું રે...


રાધા:


બસ કર કાના હવે

લે તારી રાધા આવી રે..


તારા વિશાળ ઉરના દરિયામાં સમાવી લે મને

ભેળાઉં એવી કે શોધી ન જડું હું જગ ને રે..


Rate this content
Log in

Similar gujarati poem from Classics