STORYMIRROR

chirag nathwani

Children Stories

3  

chirag nathwani

Children Stories

પિતૃ પ્રેમ

પિતૃ પ્રેમ

1 min
1.0K

ચાલતી વખતે મારો હાથ પકડે,

મેળા બતાવવા મને ખભે ઊંચકે,

પોતાની ઈચ્છાઓ માળિયે મૂકી,

મારા સપનાઓને ઉડવા પાંખો આપે...


અંદર પ્રેમ , બહાર સખ્તાઈ બતાવે,

હસતા મોઢે જવાબદારીનો ભાર ઉપાડે,

જીવનપથમાં ક્યાંય ભૂલો પડું તો,

હાથ પકડી મને સાચી રાહ ચીંધાડે...


પિતા એટલે ધોમ તડકા વચ્ચે એક વાદળું,

તાપ સહન કરી મને છાંયડો આપે,

મારી પ્રેરણાનું અવિરત વહેતું ઝરણું,

જે દુનિયા સામે ઝઝૂમતા શીખવાડે..


Rate this content
Log in