એકલી છું
એકલી છું
હે ભોળા શંભુ નથી આપ સમુ કોઈ,
હે નાથ હું નમું, હું એકલી છું મારુ ના કોઈ.
ભવ પાર કરો મહાદેવ ભજુ,
સદગુણ સજુ અવગુણ તજુ.
અપરાધ અમે કરીએ ઢગલે,
પેટપાપ અમે ભરીએ ડગલે.
છે જન્મ મરણનું દુઃખ જ વસમુ,
મોહ માયામાં જીવવુ છે વસમુ.
ભાવના મહાદેવના પ્રેમે ગુણ ગાયા વિના,
નહીં પત્થરનાં દિલ ક્યારે થાય નહીં ભીના.
કરુ યાદ ફરી ફરી યાદ વળી,
હું એકલી છું મહાદેવ કૃપા કરો વળી...
