રમકડું રે રમકડું રે!
રમકડું રે રમકડું રે!
રમકડું રે રમકડું રે!
માટીનું એક રમકડું!
રાતા રંગનુ રમકડું રે
લાગણી ભરેલું રમકડું
રમકડું રે રમકડું રે ,....
કોઈને ગમી ગયું રમકડું રે ,
એ મન મુકીને રમી ગયું,
સરસ મજાનું એ રમકડું રે
રમી રમીને એ તોડી ગયું!
રમકડું રે રમકડું રે......
બીજાને જડ્યું એ રમકડું રે
એ રમકડું જોડાઈ ગયું,
પાછું જોડાયલું રમકડું રે
બીજુ પણ એને તોડી ગયું
રમકડું રે રમકડું રે,....
જેટલી વખત એ ટુટી ગયું રે
એટલી જ વખત મજબૂત થયું
એ જ્યારે મોહમાયાથી છુટી ગયું રે
એ માટીમાં જ ભળી ગયું
એ માટીમાં જ ભળી ગયું
એ માટીમાં જ ભળી ગયું!
