STORYMIRROR

Jay D Dixit

Classics

3  

Jay D Dixit

Classics

મંગલ પરિણય

મંગલ પરિણય

1 min
682

ગણેશગીત

પધારો પ્રથમ શ્રીગણપતિદાદા,

વિઘ્નો હરો અમ સહુના દુંદાળા,

આંગણું પાવન કરજો અમારું,

પ્રસંગ સૌ મંગલ થાજો મજાના.


જાન આગમન

આવી જાન આવી, તેડી વર રાજાને લાવી,

ઢોલ નગારાને સંગ નાચતી કૂદતી આવી,

અરે જોતો સોહામણો શું લાગે ફેંટાવાળો,

પ્રેયસીને આયો લેવા ચઢી ઘોડી સંગ શેરવાની.


કન્યા પધરામણી

લાવો લાવો રૂપાળી 'ને રુડી મારી બેનડી માંડવે રે...

પધરાવો મામા, માં ની લાડલી ને...

માથે ચુનર ઓઢી, પાનેતરને પહેરી, આંખો સહુની ભરી,

સૌભાગ્ય શોધતી, જાણે સોને મઢી,

આવે બાપના દિલની તે લાડકી રે...


કન્યાદાન

લતા લજામણી, સીંચી વ્હાલથી,

દીધી દાન થકી, પૂણ્ય થાજો..

મારા જીવતરનો ભવ ભાર તણો,

કન્યા દીધી તમને એ સ્વીકારજો...


હસ્તમેળાપ

હથેળીને હથેળી અડી, જીવનની રેખાઓ ભળી,

એકમેકના થયા અબઘડી, બાંધી જનમો જનમની કડી,

હું તુંથી આપણે થજો, રહેજો સદા હૈયે ઉમંગ ભરી,

સાત ફેરાના વચનો પાળજો, દામ્પત્યનું સુખ સંગ માણી.


કન્યાવિદાય

સુખી રે થજે 'ને સુખી તું કરજે, પારકી તું થઈ હવે...

ભૂલી ના જતી અમ પિયરને...

આબરૂ છે અમારી, તારા થકી, ઉજાશ તું કરજે ...

સાસરિયામાં કંચન સમી શોભજે...

હાથ જોડી વિનંતી છે જમાઈને વેવાઈને...

સાચવજો અમ લાડકીને...!


Rate this content
Log in

Similar gujarati poem from Classics