માંગનું સિંદૂર છે
માંગનું સિંદૂર છે
પ્રેમ છે આ પ્રેમ છે આ પ્રેમ ગાંડોતુર છે,
દેશ માટે જાણ આપે એ નશામાં ચૂર છે.
એમનું આ ગાંડપણ તારી સમજથી દૂર છે,
દેશ માટે એમને તો મોત પણ મંજુર છે.
ખૂનથી લથપથ છે આખો દેહ એનો આજ તો,
ખૂન ક્યાં છે ખૂન એ એક માંગનું સિંદૂર છે.
ફૂલ આપો ફૂલ આપે વાર સામે વાર થાય,
પ્રેમ છે બસ દેશ માટે ક્રૂર સામે ક્રૂર છે.
