જાય
જાય
ચંદનના વૃક્ષ માફક મનને રખાય,
ટુકડા હજાર થાય પણ સુગંધ ન જાય,
જય પરાજયનો હરખશોક મનમાં ન રખાય,
નસીબ છે આગળ પાછળ ચાલતું જાય,
મતલબ શબ્દ બહું વજનદાર હોય,
નિકળી ગયા પછી હળવો થઈ જાય,
સુગંધીદાર ફૂલો પાસેથી પસાર થાય,
તે હવા પણ ખુશ્બૂદાર બની જાય,
નાનકડા ખીસ્સામાં મોટા સ્વપ્નાં રાખીએ,
તો જિંદગીનો ઉકેલ ગૂંચવાતો જાય,
જીવન રણ જેવું હોય અને સમય તપતો હોય,
તો કોમળ આંગળીયોનો સ્પર્શ પણ દઝાડી જાય,
અરીસો સાદો હોય કે સોનેથી મઢેલો,
સામે ઊભા રહેનારનું સાચું સ્વરૂપ દેખાય જાય,
કાળા રંગને અશુભ કેવી રીતે મનાય !
જ્યાં બ્લેકબોર્ડ જ જિંદગીનાં પાઠ ભણાવી જાય,
સારા વિચારો સાથે દોસ્તી થઈ જાય,
તો આંખો મીંચાય તે પહેલાં થોડી ખુલ્લી જાય.
