Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Classics Others

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Classics Others

ચા-નશાની સાદગી

ચા-નશાની સાદગી

1 min
196

આખે આખા કપમાં ભરપૂર તાજગી હોય છે,
એકે એક ચૂસકીમાં ચકચૂર જિંદગી હોય છે !

રકાબી ને હોઠોના ચુંબન પછીના સબડકામાં,
એક વણકહી છૂપાયેલી બંદગી હોય છે !

રગેરગમાં એની સત્તા રમતી જોઈ મેં જ્યારે,
પછી વજૂદમાં ક્યાં કોઈ નારાજગી હોય છે !

એકથી ભલા હોય જો બે ચાની મહેફિલમાં,
ત્યાં એક ભરેલી સભાની મોજુદગી હોય છે !

તલબની તમે વાત ન પૂછો તો જ સારું યારો,
ઘણીવાર નશાની પણ આવી સાદગી હોય છે !

'પરમ' બંધાણી પાકા થાવ પછી મને કહેજો,
ચા વગર 'પાગલ'પન જેવી માંદગી હોય છે !

Rate this content
Log in

Similar gujarati poem from Classics