STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Classics Others

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Classics Others

સોબત

સોબત

1 min
220

સ્વ સિવાય બીજા કોઈની મારે સોબત નથી,
ટોળાથી તેથી મને કોઈજ હવે નિસ્બત નથી !

મંઝિલ જ એક ધ્યેય છે માત્ર આ કદમોનું,
રસ્તાથી તેથી કોઈ ખાસ હવે નિસ્બત નથી !

રણ ને મૃગજળની સોબત થઈ ગઈ જ્યારથી,
મને દરિયાથી તેથી કોઈ હવે નિસ્બત નથી !

તારા સપનાઓની એવી તો થઈ ગઈ સોબત,
કે હકીકતથી મને કોઈ હવે નિસ્બત નથી !

તારી સ્મૃતિઓની સોબતમાં રહું છું જ્યારથી,
ત્યારથી હકીમોના ઔષધોથી નિસ્બત નથી !

"પરમ" એકાંત ને આ સોબત મને સન્નાટાની,
"પાગલ" જમાના સાથે કોઈ હવે નિસ્બત નથી !


विषय का मूल्यांकन करें
लॉग इन

More gujarati poem from Gordhanbhai Vegad (પરમ પાગલ)

Similar gujarati poem from Classics