શું કરીશું..?
શું કરીશું..?
હિસાબ જો ભૂલ્યાં તો, માથે હાથ દઈ,
શું કરીશું..?
સંબંધોની બાદબાકી જીવનમાંથી કરીને
શું કરીશું..?
કોણ છે અહીં મારું કે કોણ છે વળી તારું,
ખોટાં સંબંધોની ધજા અહીં ફરકાવીને
શું કરીશું..?
ખોટી રકઝક ભૂલી, હાથ પકડી રાખીશું
વાત પકડીને, હાથ તરછોડી દઈશું તો
શું કરીશું..?
સંબંધોનું ગણિત, ઘણું હોય છે અટપટું,
ગુણાકાર ભૂલીને, ભાગાકાર કરીશું તો,
શું કરીશું..?
સાચી લાગણીથી, મહોરે છે, જીવન હંમેશા,
'ચાહત'ને જ જો, હૃદયથી ઠુકરાવીશું તો,
શું કરીશું..?
