STORYMIRROR

Neha Desai

Classics Inspirational

4  

Neha Desai

Classics Inspirational

છોડી જવાના...

છોડી જવાના...

1 min
189


કોણ, ક્યાં, આમ પહોંચી જવાના,

જીવ્યાં અહીં, અહીં જ શ્વાસ છોડી જવાના !


આવશે કોણ, સાથ દેવા છેવટે,

બધાં જ બંધન, પળમાં, છોડી જવાનાં !


ભેગું કર્યું સઘળું, કાવાદાવા થકી,

ભોગવ્યાં વિના, એમ જ, છોડી જવાના !


હું જ કરું એ, શકટનાં શ્વાન જેમ, 

ભ્રમને ખોટો, આમ જ છોડી જવાના !


નામ એનો નાશ છે, એ જ એક સત્ય,

મિથ્યા એ મમત, આમજ છોડી જવાના !


ગમતાંનો, કરી લઈએ ગુલાલ,

ને, માણી લઈએ પ્રેમથી, જે મળે તે આજ,

અધુરી, “ચાહત”, નહીં તો, પાછળ છોડી જવાના !


Rate this content
Log in

Similar gujarati poem from Classics